દહેજ : ડી.એમ.સી.સી કંપની દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનું કરાયુ આયોજન, ૧૦૦ થી વધુ દર્દીઓએ લીધો લાભ

દહેજ પંચાયત હોલમાં ડી.એમ.સી.સી કંપની દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ દર્દીઓની તપાસ કરી વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી.

New Update

સમાજ નો કોઈપણ માણસ પોતાના સ્વાસ્થ્યને લઈને પીડાય નહિ અને સમયસર તેનુ નિદાન થાય એ હેતુસર દહેજ ખાતે આવેલ ડી.એમ.સી.સી. કંપની, એસ.એમ.પી. ચેરીટેબલ ટ્રસ્ટ અને દહેજ ગ્રામપંચાયત ના સંયુક્ત ઉપક્રમે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મેડીકલ કેમ્પમાં સ્ત્રી રોગ જનરલ ચેકઅપનું નિષ્ણાત ડૉક્ટર દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ડી.એમ.સી.સી.ના વી.પી. ઓપરેશન કુલદીપકુમાર તિવારી,એચ॰આર & આઈ.આર મેનેજર હરીન પટેલ,દહેજ સરપંચ જ્યેન્દ્રસિંહ રણા,એસ.એમ.પી ચેરીટેબલ ટ્રસ્ટ ના ધર્મિષ્ઠાબેન પટેલ સહિત ડોકટર ટીમે ખડેપગે ઉભા રહી સેવા આપી હતી. દહેજ સરપંચે મેડીકલ કેમ્પનું આયોજન કરવા બદલ કંપનીનો આભાર માન્યો હતો અને આવા જ માનવ કલ્યાણના કાર્યો કરતી રહે એવી અપેક્ષા રાખી હતી.

Latest Stories