ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25નું રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કર્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
ગુજરાતના બજેટમાં અન્ય જિલ્લાઓની સાથે સાથે ભરૂચ જિલ્લાના વિકાસને લઈ સરકાર દ્વારા મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લામાં ઘણાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં રૂ. 1,167 કરોડના ખર્ચે ભાડભૂત ગામ નજીક નર્મદા નદી પર બેરેજ યોજનાનું કામ પ્રગતિ હેઠળ છે. તો બીજી તરફ, ભરૂચ અને દહેજને જોડતાં સ્ટેટ હાઇવે નંબર 6 પર રાજ્યનો સૌથી મોટો એલિવેટેડ કોરીડોર નિર્માણ પામી રહ્યો છે. રૂ. 420 કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરીડોરની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ બ્રિજ એબીસી ચોકડીથી શરૂ થઈ શેરપુરા ગામ નજીક પૂર્ણ થશે. સ્ટેટ હાઇવે પર આ પ્રકારના પ્રથમ કોરીડોરનું નિર્માણ થઇ રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25નું રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કર્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.