Connect Gujarat
ભરૂચ

“રોડ નહીં, તો વોટ નહીં” : ભરૂચ-જંબુસરના ખાનપુરદેહ ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો, રાજકીય માહોલ ગરમાયો...

ખાનપુરદેહ ગામ ખાતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો

X

વિકાસથી વંચિત જંબુસર તાલુકાનું ખાનપુરદેહ ગામ

ખાનપુરદેહ ગામથી જંબુસરનો માર્ગ અત્યંત બિસ્માર

બિસ્માર માર્ગ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત

ગ્રામજનો દ્વારા ઉચ્ચારાય ચૂંટણી બહિષ્કારની ચીમકી

રાજકીય પક્ષના ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાવ્યા

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વિકાસથી વંચિત ખાનપુરદેહ ગામ ખાતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના 5 હજારની વસ્તી ધરાવતા ખાનપુરદેહ ગામથી જંબુસરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે, ત્યારે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય, PWD વિભાગના અધિકારી સહીત ગાંધીનગર સુધીની ઉચ્ચ કક્ષાએ બિસ્માર માર્ગ અંગે ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી.

તેમજ 2 વર્ષથી રોડ મંજુર થવા છતાં રોડ બનવવામાં કોન્ટ્રાકટર તરફથી કોઈપણ કામગીરી હાથ ધરાતી નથી, ત્યારે “રોડ નહીં, તો વોટ નહીં”ના બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ કોઈપણ રાજકીય આગેવાનને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે.

Next Story