સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં રોબોટિક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિભાગનો કરાશે પ્રારંભ...

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હોસ્પિટલના સિનિયર ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરીના સર્જરી વિભાગમાં હવે ઉમેરાઈ છે

New Update
સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં રોબોટિક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિભાગનો કરાશે પ્રારંભ...

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અંકલેશ્વર શહેરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે દર્દીઓ માટે રોબોટિક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હોસ્પિટલના સિનિયર ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરીના સર્જરી વિભાગમાં હવે ઉમેરાઈ છે અત્યાધુનિક ટેકનોલોજી મેરીલ કંપનીનો ક્યુવિસ રોબોટ. ભરૂચ અને નર્મદા જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં એકમાત્ર અને સૌપ્રથવાર કહી શકાય તેવી રોબોટિક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો દિવાળીના તહેવાર બાદ પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના થકી હવે દર્દીઓએ ભરૂચ કે, પછી જિલ્લા બહાર જવાનો વારો આવશે નહીં, ત્યારે સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવા સ્વ. અહેમદ પટેલના પુત્ર અને સરદાર પટેલ હોસ્પિટલના ડિરેક્ટર ફૈઝલ પટેલ તેમજ સિનિયર તબીબ ડૉ. મૌલિક ઝવેરી દ્વારા પત્રકાર પરિષદ યોજાય હતી. રોબોટિક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થકી દર્દીઓને ત્વરિત રિકવરી મળશે. દર્દીઓના સ્નાયુઓનું ઓછામાં ઓછું નુકશાન તેમજ ટૂંકું હોસ્પિટલ રોકાણ થશે. આ સાથે જ રોજિંદી પ્રવૃત્તિઓમાં દર્દી જલ્દી પરત જોડાઈ જવાની પણ ક્ષમતા વધશે સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

Latest Stories