Connect Gujarat
ભરૂચ

ભરૂચમાં ભારે વરસાદની આગાહીને પગલે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ બોલાવી તાબડતોડ બેઠક

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં

X

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં

કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી મળી રહે તેની ચિંતા સરકાર ને છે તે સાથે દરિયા ખેડુઓને દરીયો ન ખેડવા અપીલ

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જિલ્લાના વિસ્તારોની મુલાકાત લેવા તેમજ સ્થળ સ્થિતિના નિરીક્ષણ સાથે કામગીરી માટે વિભાગીય અધિકારીઓને આપ્યા દિશા નિર્દેશ

જિલ્લામાં બોટ જેકેટ લાઇફ સેવિંગના સાધનોથી સજ્જ જિલ્લામાં SDRF ની એક ટીમ ઉપરાંત ફાળવાઇ છે

ભરૂચ જિલ્લામાં થઇ રહેલા ભારેથી અતિ ભારે વરસાદને લીધે ભરૂચ નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમા સંભવિત પરિસ્થિતિ પર સતત દેખરેખ અને તેના મોનીટરીંગ સાથે જરૂર જણાય ત્યાં જાન-માલના નુકશાનને અટકાવવા જે તે વિસ્તારના અગાઉથી ચેતવણીના ભાગરૂપે સમયસર અને સલામત રીતે લોકોનું સ્થાળાંતર કરાવવા, વરસાદી પાણી ભરાતું હોઈ તો તેનો નિકાલ, ખેતીને થતાં નુક્શાનની વિગત, વધુ વરસાદ પડે તો સ્થળાંતર કરાયેલા લોકોને ક્યાં રાખવા, ફૂડ પેકેટ તેમજ પાણીની સુચારુ વ્યવસ્થા કરવાની કામગીરી તેમજ વૃક્ષો પડી જવા કે ઝાડી-ઝાંખરા વગેરેના માર્ગો ઉપરના અવરોધો દૂર કરી સત્વરે વાહન વ્યવહારની અવરજવર માટે જે તે રસ્તાઓ પૂર્વવત બને તે માટે JCB મશીન સહિતની અન્ય સાધન સામગ્રીથી તાત્કાલિક અવરોધો દૂર કરવા, 48 કલાક પેહલા ડેમ પાસેથી પાણી છોડવાની માહિતિની સૂચના લઈ તે પ્રમાણે આગળની કાર્યરીતિ કરવાની સુચનાઓ, જિલ્લા વહિવટીતંત્ર તરફથી ફુડ પેકેટ અને પીવાના પાણી વગેરે જેવી વ્યવસ્થાઓ પણ પૂરી પાડવાની વ્યવસ્થા, સ્થળાંતરની કામગીર સાથે ઉક્ત સ્થળાંતરથી લોકોના જાન-માલને થતું નુકશાન અટકાવવા પણ સૂચના અપાઈ હતી.

તે સાથે વધું માં જણાવ્યું હતું કે , કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી મળી રહે તેની ચિંતા સરકાર ને છે અને દરિયા ખેડુઓને દરીયો ન ખેડવા અપીલ કરી હતી.આમ ઉકત પ્રમાણેની કામગીરી પર પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લાના કલેકટર , પ્રાંત અધિકારીઓ સહિતના લાયઝન અધિકારીઓ, જે તે વિસ્તારના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને સંબંધિત વિભાગીય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને શ્રેત્રીય કામગીરી ઉપર ચાંપતી નજર રાખીને ઉક્ત કામગીરીમાં જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. અને તંત્ર એ ભરૂચ ખાતે SDRF ની અને NDRF ની એક એક ટીમની સેવાઓ ખાતે જરૂરી રાહત બચાવની કામગીરી માટે ઉપલબ્ધ કરાઇ છે.

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા પણ જિલ્લાકક્ષાએથી સંબંધિત તાલુકાઓમા કામગીરી કરી રહેલા લાઇઝન અધિકારીશ્રીઓ સહિત નર્મદા ડેમના ઇજનેરો સાથે પણ સતત સંકલન અને મોનીટરીંગ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Next Story