Connect Gujarat
ભરૂચ

હવામાન વિભાગની આગાહી: આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ,વાંચો ભરૂચનું વાતાવરણ કેવુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો પણ અનુભવ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી: આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ,વાંચો ભરૂચનું વાતાવરણ કેવુ રહેશે
X

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો પણ અનુભવ થાય તેવી સંભાવના છે. વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં માવઠું થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 10 એપ્રિલે દાહોદ,છોટાઉદેપુર,નર્મદામાં વરસાદ વરસી શકે છે. જ્યારે 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. તેમજ 11 એપ્રિલે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, મહેસાણા,પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.આણંદ, ભરુચ, ભાવનગર, બોટાદ, જુનાગઢ,ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી,સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Next Story