Connect Gujarat
ભરૂચ

"ગુજરાત ગૌરવ યાત્રા" : અંકલેશ્વર-ભરૂચમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના ભવ્ય સ્વાગત બાદ જનસભા યોજાય...

ગૌરવ યાત્રાનું સુરત જીલ્લામાંથી ભરૂચ જીલ્લામાં આગમન થયું હતું. આ યાત્રા હાંસોટ-સજોદ થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

X

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની આગેવાનીમાં ગુજરાત ગૌરવ યાત્રા અંકલેશ્વર તથા ભરૂચમાં પ્રવેશતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ જનતાને આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત તારીખ ૧૨ અને ૧૩મી ઓકટોબરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે બહુચરાજીથી માતાના મઢ, દ્વારકાથી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંત સવૈયાનાથજી ઝાંઝરકાથી સોમનાથ, ઉનાઈ માતાજી મંદિર ખાતેથી ફાગવેલ અને ઉનાઈથી અંબાજી સુધીની ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

જે ગૌરવ યાત્રાનું સુરત જીલ્લામાંથી ભરૂચ જીલ્લામાં આગમન થયું હતું. આ યાત્રા હાંસોટ-સજોદ થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યાત્રા ગડખોલ પાટિયા આવી પહોચતા જાહેરસભામાં ફેરવાઈ હતી, જ્યાં યોજાયેલ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ ગુજરાતમાં ભાજપ ૧૫૦થી વધુ બેઠકો મેળવશે, સાથે ગુજરાત સરકારે કરેલ સારા કામોને લઇ ઠેરઠેર સારો પ્રતિસાદ મળ્યો છે.

આપના ગોપાલ ઈટાલીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેઓના માતા ઉપર કરેળ નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેઓમાં સંસ્કાર જેવું કઈ છે જ નહી. તેમજ ભાજપ માટે ગુજરાતમાં અન્ય પક્ષોનો પડકાર છે જ નહી તેમ જણાવ્યું હતું. આ યાત્રા અંકલેશ્વરથી નીકળી ભરૂચના શક્તિનાથ સર્કલ સ્થિત મેદાન ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સવારના સુમારે હાંસોટ થઈ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ભરૂચ જીલ્લામાં પ્રવેશી હતી. ત્યારબાદ અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં યોજાયેલા સ્વાગત બાદ ગુજરાત ગૌરવ યાત્રા પાલેજ પહોચી હતી, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story