Connect Gujarat
ભરૂચ

વાત હોય શ્રધ્ધાની તો પુરાવાની શી જરૂર : નંદીની પ્રતિમાએ પાણી પીધું હોવાની વાત "વાયરલ"

ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે શંકર ભગવાનના નંદીએ પાણી પીતાંની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળાં ઊમટયા

X

વાત હોય શ્રધ્ધાની તો પુરાવાની શું જરૂર છે. કઇ જ આવી જ ઘટના શનિવારે સમી સાંજે બની હતી. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે શંકર ભગવાનના નંદીએ પાણી પીતાંની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળાં ઊમટયા હતા.સાંજના સમયે એક ભકત શકિતનાથ મંદિર ખાતે આવ્યાં હતાં અને તેમણે નંદીની પ્રતિમા સમક્ષ પાણી ભરેલી ચમચી ધરતાંની સાથે નંદીની પ્રતિમાએ પાણી શોષી લીધું હતું. આ વાત વાયુવેગે ફેલાય જતાં લોકોનો શકિતનાથ મંદિરે આવી પહોંચ્યાં હતાં.

ભરૂચની સાથે સાથે દાહોદમાં પણ નંદીની પ્રતિમાએ પાણી પીધું હોવાની વાત વહેતી થઇ છે.દાહોદના ચાકલીયા રોડ ઉપર આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શંકર ભગવાનના નંદી મહારાજ પાણી પીતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તે પછી તે વીડિયો વાયરલ થતાં જ મંદિર ખાતે લોકોની ભીડ ઉમટી પડી હતી

Next Story