Connect Gujarat
ભરૂચ

કોરોના બાદ હૃદયરોગના હુમલામાં વધારો, ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપ ડોક્ટર સેલ દ્વારા 4 હજાર લોકોને CPR ટ્રેનિંગ અપાય...

તાજેતરમાં રાજ્યમાં ક્રિકેટ સહિતની રમતો અને નાચતા-કૂદતા યુવાઓમાં હાર્ટએેટેકનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે

X

કોરોના મહામારી બાદ કાર્ડિયાક એરેસ્ટના વધતા કેસો સામે ગુજરાત સરકાર અને ભાજપ દ્વારા રાજ્યભરમાં 38 સ્થળોએ CPR ટ્રેનિંગ આપવાના કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ તથા અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્ટર સેલ દ્વારા CPR ટ્રેઈનિંગ કેમ્પ યોજાયો હતો.

તાજેતરમાં રાજ્યમાં ક્રિકેટ સહિતની રમતો અને નાચતા-કૂદતા યુવાઓમાં હાર્ટએેટેકનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. એક તારણ મુજબ કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટકનું પ્રમાણ વધી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ પ્રકારની બીમારી કે, સ્થિતિનો સામનો કરનારને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુથી ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્ટર સેલ દ્વારા રાજ્યવ્યાપી CPR ટ્રેઈનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચની સિવિલ હોસ્પિટલ સ્થિત કિરણ પટેલ મેડિકલ કોલેજમાં આયોજિત CPR ટ્રેઈનિંગમાં ઉપસ્થિત લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ ઈજા કે, હૃદયરોગનાં હુમલા પછીના અમુક સમયને ‘ગોલ્ડન અવર’ તરીકે ઓળખવામાં આવે છે. જો પહેલી 60 મિનિટમાં યોગ્ય પગલાં લેવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત CPR ટ્રેઈનિંગ દરમ્યાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરા તેમજ તબીબો સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્ટર સેલ દ્વારા આજે તા. 2 એપ્રિલથી રાજ્યની 38 કોલેજોમાં આશરે 1200 જેટલા તબીબો ભાજપના કાર્યકરોને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)ની ટ્રેઈનિંગ આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત ખાતેથી આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા CPR ટ્રેઈનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં શારદાભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, તબીબો અને સ્ટાફની ઉપસ્થિતિમાં CPR ટ્રેનિંગ યોજાય હતી. જેમાં અચાનક હૃદય બંધ પડી જવાની ઘટનામાં કેવી રીતે CPR આપી 10 મીનિટના ગોલ્ડન પિરિયડમાં દર્દીનો જીવ બચાવી શકાય તેની તાલીમ આપવામાં આવી હતી.

Next Story