ગરીબોના મસીહા એવા ખજૂરભાઈની કામગીરીથી મેળવી પ્રેરણા, ભરૂચનો યુવાન ગરીબ પરીવારના પડખે આવ્યો...

દિવાળી ટાણે ઘર વિનાનો બન્યો હતો એક પરિવાર, ઘર બનાવી પરિવારના જીવનમાં કર્યું છે અજવાળું

ગરીબોના મસીહા એવા ખજૂરભાઈની કામગીરીથી મેળવી પ્રેરણા, ભરૂચનો યુવાન ગરીબ પરીવારના પડખે આવ્યો...
New Update

સૌરાષ્ટ્ર તરફ પડી ભાંગેલા મકાનોને તેમજ અત્યંત જોખમી મકાનમાં રહેતા લોકોના મકાનો તોડી તેઓને નવું મકાન બનાવી આપનાર ખજૂરભાઈની પ્રેરણાથી ભરૂચના યુવાને એક પરિવારનું મકાન 15 દિવસ પહેલા સળગીને ખાખ થઈ ગયેલું મકાન ઉભું કરી પરિવારને સોપતા પરિવારના જીવનમાં અજવાળું પથરાયું હોવાનો અનુભવ પીડિત પરિવાર કરી રહ્યું છે. ભરૂચનો એક યુવાન કે, જે હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે આર્શીવાદરૂપ બનીને રહેતો હોય છે, તે જ યુવાને ગરીબ પરિવારના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે.

ભરૂચના અયોધ્યા નગર ઝુપડપટ્ટી નજીક 15 દિવસ પહેલા દીવાની જ્વાળાએ આખું મકાન લપેટમાં લીધું હતું, અને ગરીબ પરિવારનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. સાથે જ ઘરવખરી પણ બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. જોકે, બહાર ગામથી પરત ફરી પોતાના ઘરે આવતા ખાખ થઈ ગયેલું મકાન જોઈ તેઓના માથે આભ તૂટી પડ્યું હતું. આ દરમ્યાન નજીકમાં રહેતા વિશાલ નામના એક વ્યક્તિએ ગરીબ પરિવારને મદદરૂપ થવાનું વિચાર્યું હતું. વિશાલભાઈએ જરૂરિયાતમંદ લોકોની હંમેશા પડખે રહેતા બી.કે.પટેલનો સંપર્ક કર્યો હતો, ત્યારે ફક્ત 15 દિવસમાં તાબડતોબ મકાનનું સમારકામ કરાવી આ પરિવારને પોતાનું મકાન પરત આપતા પરિવારના જીવનમાં અજવાળું પથરાયું છે.

#Bharuch #Gujarat #ConnectGujarat #BeyondJustNews #help #inspired #poor family #work of Khajurbhai #Repaired Home #messiah #SocialWorker
Here are a few more articles:
Read the Next Article