ભરૂચની જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ આગ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોને આર્થીક સહાયનો ચેક અર્પણ કર્યો

આગકાંડમાં 28 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને આર્થિક મદદ કરી રહી છે

New Update
ભરૂચની જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ આગ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોને આર્થીક સહાયનો ચેક અર્પણ કર્યો

રાજકોટના TRP ગેમઝોનમાં આગકાંડમાં 28 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને આર્થિક મદદ કરી રહી છે ત્યારે ભરૂચની જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી રૂપિયા 2 લાખની આર્થિક મદદ કરવામાં આવી જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા ભરૂચ કલેકટર તુષાર સુમેરાને ચેક અર્પણ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ગેમઝોન આગકાંડમાં 28 જેટલા લોકો જીવતા ભુજાયા હતા જેમાં રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે પણ દુર્ઘટનામાં ઘાયલો અને મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક મદદની સહાય જાહેર કરી છે…

Latest Stories