ભરૂચ: જંબુસરના વડદલા ગામ નજીક ભૂંડ માર્ગ પર આવી જતાં બાઇક સવાર યુવાનનું મોત

સંભા ગામ નજીક ભૂંડ અડફેટે આવી જતા મોત નિપજયું, પોલીસે તપાસ શરૂ કરી.

New Update
ભરૂચ: જંબુસરના વડદલા ગામ નજીક ભૂંડ માર્ગ પર આવી જતાં બાઇક સવાર યુવાનનું મોત

ભરૂચના જંબુસર તાલુકાના સંભા ગામ નજીક બાઇક ચાલકને અકસ્માત નડતાં તેનું કરૂણ મોત નિપજયુ હતું. બાઇક વચ્ચે ભૂંડ આવી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો.

ભરૂચના જંબુસર તાલુકાના વડદલા ગામનો યુવાન કંપનીમાંથી ફરજ પૂરી કરી પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો આ દરમ્યાન સંભા ગામ પાસે ભૂંડ સાથે અકસ્માત થતા યોગેશ બેલદારનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.

આ અંગેની જાણ થતાની સાથે જ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે