વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરી ભરૂચ શહેરમાં પાંચ દિવસ ચાલેલા વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરી ગૌરીવ્રતની પૂર્ણાહુતિ થઈ હતી.
શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતાન પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરવામાં આવતું હોય છે અને વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરી હતી. જાગરણ પછીના છઠ્ઠા એટલે કે આજના દિવસે કુવારીકાઓ દ્વારા જવારાનું ઝાડેશ્વર નીલકંઠ મંદિર નજીક નર્મદા ઘાટ પર જવારાનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.