ભરૂચ.ભોલાવની 9 સોસાયટીમાં 12 વિકાસ કાર્યોનું લોકાર્પણ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભોલાવ ગ્રામપંચાયતમાં આવતી 9 સોસાયટીના 12 જેટલા વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
ભરૂચ.ભોલાવની 9 સોસાયટીમાં 12 વિકાસ કાર્યોનું લોકાર્પણ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
Advertisment

ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ

Advertisment

9 સોસાયટીઓમાં વિકાસ કાર્યો કરાયા

વિકાસના કામોનું કરવામાં આવ્યુ લોકાર્પણ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અનેક આગેવાનોએ પણ આપી હાજરી

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ 9 સોસાયટીમાં વિકાસના 12 કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણી પૂર્વે વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે..

ત્યારે ભરૂચની ભોલાવ ગ્રામપંચાયતમાં આવતી 9 સોસાયટીના 12 જેટલા વિકાસના કામોનું ધારાસભ્યની ગ્રાન્ટ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સરકારી 31 લાખ ઉપરાંતની ગ્રાન્ટ માંથી રોડ-રસ્તા, પેવર બ્લોક, ગટર લાઈન સહિતના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમને ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભોલાવ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories