ભરૂચ : પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ખોટકાતી વીજ સેવાથી ત્રસ્ત સ્થાનિકોએ DGVCLની કચેરીએ કરી ઉગ્ર રજૂઆત...

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ પોલ પર શોર્ટસર્કિટના કારણે ધડાકા થતાં સમગ્ર વિસ્તારની વિજળી ડુલ થઈ હતી

New Update
ભરૂચ : પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ખોટકાતી વીજ સેવાથી ત્રસ્ત સ્થાનિકોએ DGVCLની કચેરીએ કરી ઉગ્ર રજૂઆત...

પશ્ચિમ વિસ્તારમાં વીજ પોલ પર થયું હતું શોર્ટસર્કિટ

વીજ પોલ પર શોર્ટસર્કિટના કારણે ધડાકાથી દોડધામ

વીજ પોલ પર ધડાકાથી વિસ્તારની વિજળી થઈ ડુલ

વીજ સેવા ખોરવાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો

સ્થાનિકોએ DGVCLની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ પોલ પર શોર્ટસર્કિટના કારણે ધડાકા થતાં સમગ્ર વિસ્તારની વિજળી ડુલ થઈ હતી. જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચ શહેર તથા જીલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવા, વીજ પોલ પડી જવા કે, વીજ વાયરો તૂટી જવાની ઘટનાઓ પણ સામે આવી છે..

ત્યારે ગતરોજ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ પોલ પર શોર્ટસર્કિટના કારણે ધડાકા થતાં સમગ્ર વિસ્તારની વિજળી ડુલ થઈ હતી. જોકે, પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ખોટકાતા વીજ પુરવઠાથી કંટાળી સ્થાનિક નગરસેવક, આગેવાનો અને સ્થાનિક રહીશોએ DGVCLના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવા વીજ કચેરીએ પહોચ્યા હતા. જેમાં આવનારા દિવસોમાં DGVCL દ્વારા વારંવાર ખોટકાતી વીજ સેવા રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Latest Stories