ભરૂચ જીલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએથી યુવતી સહીત ત્રણ લોકોના મોબાઈલ ફોનની ચોરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા
મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વરના માનવ મંદિર પાસે સંસ્કાર કોમ્પ્લેક્ષમાં રહેતા હેમંત લક્ષ્મણ અત્તરડે ગત તારીખ-૮-૯-૨૨ના રોજ પોતાના ઘરેથી નીકળી વાલિયા ચોકડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન નોટિફાઇડ એરિયા ઓથોરીટીના ગેટ પાસે બાઈક ઉપર આવેલ બે ઈસમોએ હેમંતભાઈને કોઈક સોસાયટી અંગે પુછપરછ કરી ત્યાં ઉભા રહ્યા હતા અને તેઓની નજર ચૂકવી તેઓના ખિસ્સામાં રહેલ ફોનની ચોરી કરી કાપોદ્રા પાટિયા તરફ ફરાર થઇ ગયા હતા મોબાઈલ ચોરી અંગે હેમંત અત્તરડેએ જી.આઈ.ડી.સી. પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
જંબુસરની શ્રીજી કુંજ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ગંભીરસિંહ રાજ પોતાની પુત્રી આયુષીને મુકવા માટે જંબુસર એસટી ડેપો ખાતે ગયા હતા તે દરમિયાન તેઓની પુત્રી બસમાં ચઢી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ઇસમેં યુવતીના ખિસ્સામાં મુકેલ ૬૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચના ભોલાવ ગામના ટાંકી ફળિયામાં રહેતી કાજલ જતીન પટેલ ગત તારીખ-૧-૯-૨૨ના રોજ પોતાના ઘરમાં હતા તે દરમિયાન તેઓના પતિ સાથે મહેશ વસાવા નામનો ઇસમ માથાકૂટ કરી રહ્યો હતો જેને છોડાવવા માટે તેણી વચ્ચે પડતા અજાણ્યા ઈસમો તેણીના ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ ૨૪ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.