Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી...

અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા ઇન્દોર અને પાણેથા ગામની મુલાકાત લેવામાં આવી

X

સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ

ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત 2 ગામની લેવાય મુલાકાત

મુમતાઝ પટેલે પૂર અસરગ્રસ્તોને અનાજનું વિતરણ કર્યું

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત ઇન્દોર અને પાણેથા ગામની સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે મુલાકાત લઈ અસરગ્રસ્તોને અનાજનું વિતરણ કર્યું હતું.

આજે તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત ઇન્દોર અને પાણેથા ગામની સ્વ. અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

૫ દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામોમાં રહેતા હજારો પરીવારોને હચમચાવી દીધા છે, ત્યારે પૂર અસરગ્રસ્ત ગામની મુલાકાત લઈ મુમતાઝ પટેલ દ્વારા અસરગ્રસ્તોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના ખબર અંતર પૂછી જરૂર પડ્યે સાથે ઊભા રહેવાની પણ તેઓએ વાત કરી હતી. આ પ્રસંગે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા, વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ફતેસિંહ વસાવા, નટુ પરમાર, વિનય વસાવા, નવીન રાજગોર, સરફરાઝ શેખ સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story