Connect Gujarat
ભરૂચ

નર્મદા : સેલંબા ખાતે અબાબિલ યુથ ફાઉન્ડેશન-સેલંબા યંગ કમિટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...

જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબીલ યુથ ફાઉન્ડેશન અવાર નવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે.

નર્મદા : સેલંબા ખાતે અબાબિલ યુથ ફાઉન્ડેશન-સેલંબા યંગ કમિટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...
X

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામ સ્થિત મદ્રેસા કમ્પાઉન્ડ ખાતે અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા સેલંબા યંગ કમિટીના સહયોગથી ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબીલ યુથ ફાઉન્ડેશન અવાર નવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે. જેના ભાગરૂપે સેલંબા મદ્રેસા કમ્પાઉન્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પના અંતે કુલ 151 યુનિટ બ્લડ જમાં થયું હતું. આગામી રમજાન માસમાં મુસ્લિમ યુવાનો દ્વારા રોજામાં બ્લડ ડોનેટ કરવું મુશ્કેલરૂપ હોય છે, ત્યારે એક મહિનાથી ઓછા સમયમાં અબાબીલ યુથ ફાઉન્ડેશન દ્વારા 370થી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેંકમાં જમાં કરાવી બ્લડ બેન્કો માટે સહારારૂપ બનવાનું આયોજન છે. આ પ્રસંગે ઇરફાન હાસમાની તથા મૌલાના ઉસ્માન મકરાણીએ આયુષ બ્લડ બેન્કના સ્ટાફ, રક્તદાતાઓ તથા અબાબિલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story