રાજપીપળા નગર પાલિકા દ્વારા શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ફાયર સેફ્ટી અંગેની બેદરકારી બાદ 3 શાળાઓને સીલ કરવામાં આવતા શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાયો છે.
શાળાઓ ની શરૂઆત થોડા દિવસ પહેલાજ થઈ છે. ત્યારે રાજપીપલા નગરપાલિકાને હવે રહી રહીને શાળાઓ માટે ફાયર સેફટી યાદ આવી છે. રાજપીપલા શહેરની 3 શાળા કે જેણે ફાયર સેફટી સર્ટી નથી લીધું એવી શાળાને પાલિકા દ્વારા સિલ મારવામાં આવી છે.રાજપીપલાની 3 મોટી સ્કૂલ નવદુર્ગા હાઈસ્કૂલ, રાજેન્દ્ર હાઈસ્કૂલ, ગવર્મેન્ટ હાઇસ્કૂલને નગરપાલિકા દ્વારા તાળા બંધી કરાય છે. જોકે 3 વખત પાલિકાએ નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ન લેતા કાર્યવાહી કરવામાં આવી છે. જેનાથી હાલ વિધાર્થીઓનું ભણતર અટકી ગયું છે. વળી આગામી 18 તારીખથી શાળાઓમાં પ્રથમ એકમ કસોટી શરૂ થઈ રહી છે. અને શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.આ અંગે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર એ જણાવ્યું હતું કે અમને સુરત ડિવિઝન તરફથી સૂચના મળી હતી અને બાળકોની સલમતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે નવદુર્ગા શાળાના આચાર્ય રીનાબેન પંડ્યાએ જણાવ્યું કે અમે ફાયર સેફટીના પુરા નિયમોનું પાલન કર્યું છે પરંતુ એને માટે જરૂરી પેપર ની પૂરતી થઈ નથી જોકે અમે પેપર સબમિટ કરાવવા તૈયાર છે છતાં વિદ્યાર્થીઓ ના ભણતર ને બગાડી નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે જે દુઃખદ છે સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ફાયર એન.ઓસી.ની.કાર્યવાહી તાત્કાલિક કરવી જોઈએ.