Connect Gujarat
ભરૂચ

નર્મદા: 72માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં નૌકા અભિયાનનો પ્રારંભ

X

ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે રહેલાં ગુજરાતના NCC ના આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુથી નર્મદા જિલ્લાના કરજણ ડેમ સાઇટ ખાતે ભારતના 72માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આજે નૌકા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રથમ દિવસે 85 કેડેટ્સને માટે 210 કિમિની બોટિંગ યાત્રા શરૂ કરાઈ હતી.

કમાન્ડીંગ ઓફીસ 9-નેવલ યુનિટ, NCC-નવસારી ધ્વારા અને ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજરના નિર્દેશો હેઠળ રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે રાજપીપળાના રાજવી પરિવારના તેમજ વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર, 9-નેવલ યુનિટ, NCC- નવસારીના લેફ.કમાન્ડર સહિત ભાગ લઇ રહેલા નેવલ વિંગના 85 જેટલા NCC કેડેટ્સની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી નૌકા અભિયાન-2021 નો શુભારંભ કરાયો હતો. તા.18 મી નવેમ્બર,2021 થી તા.27મી નવેમ્બર, 2021 સુધી ચાલનારા આ અભિયાનમાં ગુજરાત રાજ્ય સહિત દાદરા, નગર હવેલી, દમણ અને દિવના નેવલ વિંગના 85 જેટલા NCC કેડેટ્સ આ નૌકા અભિયાનમાં ભાગ લઇ રહ્યાં છે અને આ તાલીમ-અભિયાન દરમિયાન NCC કેડેટ્સ આશરે 210 કિ.મી. જેટલું અંતર કાપશે.

Next Story