/connect-gujarat/media/post_banners/92cee9e8934336b83ce1bbe7962fed678658bccccf11a83542301dd90ad086d6.jpg)
ભરૂચ જિલ્લામાં વિકાસના નામે મીંડું હોવાના દ્રશ્યો સર્જાયા હતા. જૂના ભરૂચ નવ ચોકી હેઠાણા વિસ્તારમાં મહિલા મંદિરના પગથિયાં પરથી પડી જતાં સ્થાનિકોએ 108 એમ્બુલન્સ બોલાવી પણ સાંકડી ગલીઓને કારણે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ન શકતા લોએ મહિલાને ઝોળીમાં લઈને 108 એમ્બ્યુલન્સ સુધી ખસેડવાની ફરજ પડી હતી.
જૂના ભરૂચના નવ ચોકી હેઠાણા વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઝુલેલાલ મંદિરના પગથિયા પર પડી જતાં ઈજાગ્રસ્ત બનેલી મહિલાને લોકોએ ઝોળીમાં 108 એમ્બ્યુલન્સ સુધી ખસેડવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકો જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ આવી હતી પણ રસ્તો સાંકડો હોવાથી એમ્બયુલન્સ મંદિર સુધી જઈ શકે તેમ ન હોવાથી સમસ્યા ઉભી થઇ હતી. આખરે યુવાનોએ ઝોળી બનાવી વૃધ્ધાને 800 મીટર દૂર ઊભેલી એમ્બ્યુલન્સ સુધી ખસેડી હતી. રસ્તો સાંકડો હોવાથી એમ્બ્યુલન્સને જૂની કોર્ટ પાસે ઉભી કરી દેવામાં આવી હતી. નડતરરૂપ દિવાલ તોડી પાડવા માટે વર્ષોથી રજુઆત કરતા આવીએ છીએ પણ કોઈ કાર્યવાહી થતી નથી. જેથી વિસ્તારમાં આગ કે અન્ય કોઈ બનાવ બને તો ફાયરબ્રિગેડ પણ આવી શકે તેવી સ્થિતિ નથી. રસ્તા પહોળા કરવાની દિશામાં તંત્રએ વિચારવું જોઇએ.