ભરૂચમાં પારસીઓનાં તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહરના અગ્રગણ્ય નાગરિકો જોડાયા
વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ પતેતીનાં દિવસે કરીને શુદ્ધ થવાનું હોય છે જે વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે.પતેતી એટલે પારસી લોકોનો ખાસ તહેવાર. ગુજરાત સાથે પારસી કોમનો નાતો વર્ષો જૂનો રહ્યો છે. ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવારએ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે.ભરૂચમાં શેઠના પરિવાર દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે પતેતીનો તહેવાર મનાવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલા શેઠના પરિવારના નિવાસ્થાને પતેતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચના શેઠના પરિવારને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ,હૅમેન્દ્ર કોઠીવાલા સહિતના મિત્રોએ પતેતી પર્વ નિમિત્તે પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી