Connect Gujarat
ભરૂચ

હવે... વૈવાહિક જીવનની નાની-મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા આવશે સુખદ નિરાકરણ...

વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચરીઓમાં વૈવાહિક અદાલતની ફરિયાદ પેટીઓ મુકવામાં આવી છે,

X

નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજયના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહીક લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી છે, ત્યારે હવે વૈવાહિક જીવનની નાની-મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા સુખદ નિરાકરણ લાવવામાં આવશે.

વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચરીઓમાં વૈવાહિક અદાલતની ફરિયાદ પેટીઓ મુકવામાં આવી છે, ત્યારે વૈવાહિક લોક અદાલતની અંકલેશ્વર કોર્ટના જજ ડી.બી.તિવારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તારીખ 19 એપ્રિલ 2024ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજયના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહીક પ્રીલીટીગેશન લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી. જેમાં અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં આ લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપુર્ણ રીતે નિકાલ લાવી શકશે. આ લોક અદાલતનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ સહિત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, નારીગૃહ, નારી અદાલત, સખી વન સ્ટોપ સેન્ટર સહિતના સ્થળે ફરીયાદ પેટીઓ મુકવામાં આવી છે. જેમાં અરજદાર પોતાની અરજી ફરિયાદ પેટીમાં દાખલ કરી શકે છે. જે અરજીઓ એકત્ર કરી દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે 8થી 10 વાગ્યા સુધી જિલ્લા ન્યાયાલય સંકુલના મિડીએશન સેન્ટર ખાતે વિદ્વાન જજ અને મિડીએટરની બનેલી સમિતિની બેઠક યોજવામાં આવશે. જેમાં બંને પક્ષકારોને સાંભળી તેમના વૈવાહીક વિવાદમાં સુખદ સમાધાન માટે પ્રયત્નો કરવામાં આવશે. આ લોક અદાલતની પ્રથમ બેઠક આગામી તા. 4 મેં 2024ના શનિવારના રોજ યોજાશે.

Next Story