/connect-gujarat/media/post_banners/444c72041103090b6aa2d092dafed722a4cc5d51629633705f175b7a4b879c0f.jpg)
જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજન
ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓએ કર્યું મતદાન
કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું
પોલીસ વડા સહિતના પોલીસ જવાનોએ કર્યું મતદાન
અધિકારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે.
જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ જવાનોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.