Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરથી SOUને જોડતા માર્ગ પર દઢાલ નજીક બ્રિજ ભારે વાહનો માટે બંધ, કોંગીજનોએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ..!

X

અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ

દઢાલ નજીક બ્રિજ 6 મહિનામાં ભારે વાહનો માટે બંધ

કોંગીજનોએ મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા

બ્રિજની કામગીરી અત્યંત નબળી હોવાનો કર્યો આક્ષેપ

R&B તેમજ જિલ્લા કલેક્ટરને કરવામાં આવશે રજૂઆત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર દઢાલ ગામ નજીકનો બ્રિજ 6 મહિનામાં જ ભારે વાહનો માટે બંધ થતાં કોંગીજનોએ મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

વાહન વ્યવહારથી સતત ધમધમતા અંક્લેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઇવે નંબર 64 પર દઢાલ ગામ નજીક અમરાવતી નદી પર બનાવવામાં આવેલ બ્રિજને 6 મહિના પહેલા જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે બ્રિજ પરથી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવી દઈ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની હાલત 6 મહિનામાં જ જર્જરિત થતાં બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવાની નોબત આવી છે, ત્યારે કોંગી અગ્રણીઓને બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ આસપાસના ગ્રામજનો દ્વારા કરવામાં આવતા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા સહિત અન્ય કોંગી આગેવાનો સ્થળ મુલાકાત લેવા પહોચ્યા હતા. તેઓએ બ્રિજની મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. બ્રિજની કામગીરી અત્યંત નબળી હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે R&B તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિશેષ કમીટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Next Story