Connect Gujarat
ભરૂચ

ભરૂચનું એક એવું ગામ કે, જ્યાં ગ્રામજનોને પંચાયતી કામોમાં પડે છે અનેક તકલીફ, કારણ ગામમાં 54 વર્ષથી ગ્રામ પંચાયત જ નથી..!

ગામમાં પંચાયત નહીં હોવાના કારણે ગ્રામજનોને પંચાયતી અનેક કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે

X

નવા શુકલતીર્થ ગામ છેલ્લા 56 વર્ષથી પંચાયત વિહોળું

ગામમાં પંચાયત નહીં હોવાના કારણે ગ્રામજનોને હાલાકી

ગ્રામજનોને પંચાયતી અનેક કામોમાં પડતી ઘણી તકલીફો

કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરાય

ગામમાં પંચાયત આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

ભરૂચ તાલુકાના નવા શુકલતીર્થ ગામમાં પંચાયત નહીં હોવાના કારણે ગ્રામજનોને પંચાયતી અનેક કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે. આ અંગે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી તેમના ગામમાં પંચાયત આપવા અથવા તેમના ગામના સભ્યોને કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી હતી. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં વર્ષ 1968માં આવેલા પુર બાદ નવા શુકલતીર્થ ગામમાં લોકોને ખસેડવામાં આવ્યા હતા.

જે બાદ 1970થી નવા શુકલતીર્થના ગ્રામજનોને તેમની બાજુમાં આવેલા કરજણ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, 54 વર્ષ થયાં હોવા છતાંય નવા શુકલતીર્થ ગામના લોકો પંચાયતના દરેક લાભોથી વંચિત છે. ગ્રામજનોને ગ્રામ્યકક્ષા અને કાયદાકીય કક્ષાએ કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં, પંચાયતનું વોટીંગ કરવા પણ તેમને છેક કરજણ ગ્રામ પંચાયત સુધી જવું પડે છે. તેમ છતાંય કોઈ લાભ પંચાયત તરફથી આપવામાં નહીં આવતા ગ્રામજનોને ભારે તકલીફો વેઠવી પડે છે.

Next Story