અંકલેશ્વર : યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા ઓપન આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આવતીકાલે પ્રારંભ કરાશે

ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા ટીમને રૂ. 1,11,111 તેમજ રનર અપ ટીમને રૂ. 31,111 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે

New Update
અંકલેશ્વર : યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા ઓપન આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આવતીકાલે પ્રારંભ કરાશે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દિવી ગામ સ્થિત રોયલ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા આયોજિત ઓપન આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દિવી ગામ સ્થિત રોયલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યંગ સ્ટાર ક્લબ-જુના દિવા દ્વારા આયોજિત આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-1નું તા. 25 અને 26 મે, શનિવાર અને રવિવાર એમ 2 દિવસ આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજ, આહીર સમાજ, રાજપૂત સમાજ, માહ્યાવંશી સમાજ, કોળી પટેલ સમાજ, માછી પટેલ સમાજ, આદિવાસી સમાજ સહિત મરાઠી સમાજના યુવા ખેલાડીઓની ટીમ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો છે, ત્યારે આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન પદે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહી તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારશે.



આ સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા ટીમને રૂ. 1,11,111 તેમજ રનર અપ ટીમને રૂ. 31,111 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે, ત્યારે તા. 25 મેં 2024, શનિવારના રોજ સવારે 9.30 કલાકે રોયલ સ્પોર્ટ્સ ક્લબ-જૂની દિવી ખાતે આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજક વિજય પટેલ, ગૌરવ પટેલ, રાજા પટેલ, ભાવિન પટેલ અને જય ગોહિલ સહિત યંગ સ્ટાર ક્રિકેટ ક્લબના તમામ સભ્યો દ્વારા ટુર્નામેન્ટ સફળ આયોજન માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.

Latest Stories