ઓપરેશન લોટસ: BTP અધ્યક્ષ મહેશ વસાવા કેસરિયા કરશે, ભાજપના આગેવાનો સાથે મિટિંગમાં થયો તખ્તો તૈયાર

અગાઉ મહેશ વસાવાએ તેમની ટીમ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મીટીંગ યોજી હતી

New Update
ઓપરેશન લોટસ: BTP અધ્યક્ષ મહેશ વસાવા કેસરિયા કરશે, ભાજપના આગેવાનો સાથે મિટિંગમાં થયો તખ્તો તૈયાર

આદિવાસીઓના મસિહા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ તેમની ટીમ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મીટીંગ યોજી હતી અને મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા તેના ભાગરૂપે આજરોજ મહેશ વસાવાના ચંદેરિયા સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનોએ મહેશ વસાવા સાથે મુલાકાત કરી હતી.

મીટીંગ બાદ મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર કરવાના ભાગરૂપે બેઠક યોજાઈ હોય તેવી ચર્ચા થઈ રહી છે, એક તરફ મહેશ વસાવાના પિતા અને ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાએ એમ જણાવ્યું હતું કે મહેશ ના સમજ છે એને કોઈએ ચઢાવ્યો હશે બાકી ભાજપ કે કોંગ્રેસમાં જવાથી આદિવાસી સમાજનું ઉત્થાન થવાનું નથી, તેવા સંજોગોમાં મહેશ વસાવા પણ પોતાની ટીમ સાથે ભાજપમાં જોડાવા એટલા જ મક્કમ જણાઈ રહ્યા છે, આગામી સપ્તાહે એક મોટું સંમેલન બોલાવી મહેશ વસાવા ભાજપમાં જોડાઈ શકે છે.

Latest Stories