ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય...

ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું

ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય...
New Update

તા. 22 જાન્યુ.એ અયોધ્યા ખાતે યોજાશે પ્રાણપ્રતિષ્ઠા

શ્રી રામની પ્રતિમાના પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ

રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સાબદું

જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન

સોશિયલ મીડિયામાં આવતી અફવાથી દૂર રહો : પોલીસ

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું છે.

તેવામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા જંબુસર શહેરમાં પણ ભગવાન શ્રીરામની શોભાયાત્રા, ધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોમી એખલાસભર્યા માહોલમાં ઉજવણી થાય તે માટે ઉપસ્થિત સમાજ બંધુઓને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં આવતી ખોટી અફવાઓથી લોકોને દૂર રહેવા અને જરૂર પડે પોલીસને જાણ કરવા ડીવાયએસપી દ્વારા જણાવાયું હતું. આ અંગે જંબુસર નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જંબુસર નગરમાં દરેક તહેવાર હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે. અને આગામી દિવસોમાં પણ જંબુસર નગરમાં કોમી એખલાસભર્યું વાતાવરણ જળવાઈ રહેશે.

#Bharuch Police #Jambusar Police #ConnectGgujarat #Pran Pratishtha Mohotsav #અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ #Ayodhya Pran Pratishtha Mohotsav #Jai Shri Ram
Here are a few more articles:
Read the Next Article