યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર સુધી રદ,વાંચો રદ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ

ચાંદોદ-એકતાનગર વચ્ચેના પુલ નં. 61 અને 76માં જોખમી સ્તરથી ઉપર પાણી વહી રહ્યું છે જેના કારણે રેલ વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો

યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર સુધી રદ,વાંચો રદ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ
New Update

ભારે વરસાદને કારણે ચાંદોદ-એકતાનગર વચ્ચેના પુલ નં. 61 અને 76માં જોખમી સ્તરથી ઉપર પાણી વહી રહ્યું છે જેના કારણે રેલ વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે. આ કારણે 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી જે ટ્રેનો આંશિક રીતે રદ અને રદ કરવામાં આવેલી છે..

17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી રદ કરાયેલી ટ્રેનો:

1. ટ્રેન નંબર 09107 - પ્રતાપ નગર - એકતાનગર મેમુ

2. ટ્રેન નંબર 09108 - એકતાનગર - પ્રતાપ નગર મેમુ

3. ટ્રેન નંબર 09109 – પ્રતાપ નગર – એકતાનગર મેમુ

4. ટ્રેન નંબર 09110 - એકતાનગર - પ્રતાપ નગર મેમુ

5. ટ્રેન નંબર 09113 - પ્રતાપ નગર - એકતાનગર મેમુ

6. ટ્રેન નંબર 09114 - એકતાનગર - પ્રતાપનગર મેમુ

7. ટ્રેન નંબર 20947 – અમદાવાદ – એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ

8. ટ્રેન નંબર 20950 – એકતાનગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 12927 દાદર - એકતાનગર એક્સપ્રેસને વડોદરા ખાતે ટર્મિનેટ કરવામાં આવી છે અને આ

ટ્રેન વડોદરા - એકતાનગર વચ્ચે 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 12928 એકતાનગર - દાદર એક્સપ્રેસ વડોદરાથી દાદર સુધી દોડશે અને 18મી સપ્ટેમ્બરથી

24મી સપ્ટેમ્બર 2023 સુધી વડોદરા-એકતાનગર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

#Bharuch flood #Pratapnagar MEMU trains #યાત્રીગણ કૃપયા ધ્યાન દે #એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો #પ્રતાપનગર મેમુ ટ્રેન #Memu Train Cancel #trains canceled #SARDARSAROVAR #એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ
Here are a few more articles:
Read the Next Article