Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરનું “ગૌરવ” : ગટ્ટુ વિદ્યાલય અને પાનોલી પ્રા. શાળાના ચિત્ર શિક્ષકને મળ્યું બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન…

ગટ્ટુ વિદ્યાલય તેમજ પાનોલી પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષકે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય તેમજ પાનોલી પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષકે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલયના ચિત્ર વિષયના શિક્ષક પ્રકાશચંદ્ર ટેલર અને પાનોલી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીએ હેરિટેજ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થઈ જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ બન્ને શિક્ષકો અન્ય સમયમાં પ્રોફેશનલ પેઇન્ટિંગ થકી ઘણા બધા ચિત્ર તૈયાર કરી પ્રદર્શનમાં પણ મુક્યા છે. ગટ્ટુ વિદ્યાલયના શિક્ષક પ્રકાશચંદ્ર ટેલરને ભારતની નામી જહાંગિર આર્ટ ગેલેરીમાં 2 વાર ચિત્ર પ્રદર્શનમાં ભાગ લેવાની તક મળી ચૂકી છે. એટલું જ નહીં, તેઓ દિલ્હી, અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લઈ ચૂક્યા છે, ત્યારે શિક્ષક પ્રકાશચંદ્ર ટેલર અને પ્રદીપ દોશીને ગત તા. 21 માર્ચના રોજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. EM આર્ટ ઇમોશનના મેઘના સોલંકી દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 31 જેટલા ચિત્ર કલાકારોએ ભારતના જુદા જુદા હેરિટેજના સુંદર ચિત્ર રજૂ કર્યા હતા. સૌપ્રથમ વાર એક જ દિવસમાં ભારતની ખ્યાતનામ વસ્તુઓ પર ચિત્ર બનાવવામાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયના શિક્ષક પ્રકાશચંદ્ર ટેલર અને પાનોલી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશી વિજેતા થઈ પસંદગી પામ્યા હતા, ત્યારે વડોદરાની પી.એન.ગાર્ગીલ આર્ટ ગેલેરી ખાતે એષા પટેલ અને મેઘના સોલંકી દ્વારા અંકલેશ્વરના બન્ને શિક્ષકોને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Next Story