Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સહિતના પરિવારે મતાધિકારની ફરજ બજાવી

આજની યુવાપેઢીને મતદાન પ્રત્યે વધુ જાગૃત કરવાનો પ્રયાસ, મતદારોના એક એક મતનું રહ્યું છે ઘણું મહત્વ : કરણ જોલી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સહિતના પરિવારે મતદાન કરી યુવાપેઢી મતદાન પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે અનોખો સંદેશો પાઠવ્યો હતો.

લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજરોજ વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આપણો એક એક મત દેશની લગામ કોના હાથમાં જશે એ નક્કી કરે છે, જ્યારે એક એક મતનું આટલું મહત્વ હોય છે, ત્યારે આપણાં થકી થતું મતદાન વ્યર્થ ન જાય તે જવાબદારી પણ આપણી જ છે. ઉમેદવારની પસંદગી બાબતે ગંભીરતાથી વિચાર્યા બાદ મતદાન કરવું અતિ આવશ્યક છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પણ વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે પહોચ્યા હતા.

અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલી સહિત તેઓની માતા અનુરિતકોર જોલીએ મતદાન કરી આજની યુવાપેઢી મતદાન પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે અનોખો સંદેશો પાઠવ્યો હતો.

Next Story