જૈન સમાજમાં “રોષ” : ભરૂચના દેરોલ નજીક જૈન સાધ્વીઓ પર અજાણ્યા શખ્સનો હુમલો, પોલીસે કરી ધરપકડ

ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમર પટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતતોને માર મારવાનું શરૂ કર્યું હતું.

New Update
જૈન સમાજમાં “રોષ” : ભરૂચના દેરોલ નજીક  જૈન સાધ્વીઓ પર અજાણ્યા શખ્સનો હુમલો, પોલીસે કરી ધરપકડ

મળતી માહિતી અનુસાર, જૈન સાધ્વીજી ભગવંત તેમના નિત્ય ક્રમ મુજબ સવારે 4.30 કલાકે ભરૂચના શ્રીમાળી પોળ ખાતેથી પદયાત્રા આરંભી હતી, ત્યારે મહંમદપુરા વિસ્તારમાંથી એક વ્યક્તિએ તેઓનો પીછો કરવાનો શરૂ કર્યું હતું. અજાણ્યા વ્યક્તિએ તેમનો પીછો કરતા કરતા બુમો પાડી તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો, અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ ગામ પાસે અત્યંત નજીક આવતા જૈન સાધ્વીઓએ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવા જણાવ્યું હતું. તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમર પટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતતોને માર મારવાનું શરૂ કર્યું હતું.

આ દરમ્યાન 1 સાધ્વીજીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા. આ બનાવને જોતા રસ્તા પરથી પસાર થતા શાકભાજીવાળાએ વચ્ચે પડી સાઘ્વીજીઓને બચવાનો પ્રયત્ન કરતા આ ઈસમે શાકભાજીવાળાને પણ પટ્ટાથી અને પથ્થર મારી ભાગી છૂટ્યો હતો. સમગ્ર બનાવની જાણ થતાં અન્ય સ્થાનિકો અને ગ્રામજનોએ અજાણ્યા ઈસમની શોધખોળ કરતા તેને દેરોલ ચોકડી પાસેથી પકડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે આગળની કાર્યવાહી આરોપીની કરી ધરપકડ. 

Latest Stories