ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ ઠાકોરની નિવેદનબાજી સામે રોષ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે.

ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ ઠાકોરની નિવેદનબાજી સામે રોષ
New Update

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભાંગણ સર્જાતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે.જ્યારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, નારાજગી, અસંતોષ ભભૂકી રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી 45 હોદ્દેદારોના નારાજગી નામાં પડી ચુક્યા છે.હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ગુરૂવારે મોટો ભૂકંપ સર્જાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુથ કોંગ્રેસના રાધે પટેલ, કિશોરસિંહ અને રાકેશ ગોહિલે પક્ષના સભ્ય અને હોદા પરથી રાજીનામાં ધરી દીધા છે.ગુરૂવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત સાતે હોદેદારોએ પત્રકાર પરિષદ યોજી 25 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલો સાથ છોડ્યાની સત્તાવાર જાહેરાત કરી હતી.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી તેઓ પક્ષમાંથી રાજીનામુ આપતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. સાથે જ આગામી સમયમાં ક્યાં રાજકિય પક્ષમાં જોડાશે તેની પણ સત્તાવાર જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું.

આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યુ હતું કે આગેવાનોએ રાજીનામા આપ્યા છે એ બાબતની જાણ થઈ છે. આ બાબત ખૂબ જ દુખદ છે. કોંગ્રેસનો આંતરિક મામલો હશે તો નારાજ આગેવાનો સાથે વાત કરવામાં આવશે

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #Resignation #Congress President #Activits #Congress Bharuch
Here are a few more articles:
Read the Next Article