/connect-gujarat/media/post_banners/59258330a70166052ed49ee839bea77229298123bc09e30f6cfef1266d4a2293.webp)
મિર્ચી, ભારતની નં.1 શહેર-કેન્દ્રિત સંગીત અને મનોરંજન કંપનીએ તાજેતરમાં ગુજરાતના 6 શહેરોમાં લોકપ્રિય અભિનેતા, એન્કર અને રેડિયો જૉકી RJ રૂહાન સાથે નવો મૉર્નિંગ શો શરૂ કર્યો છે. આ નવા મૉર્નિંગ શોનું પ્રસારણ ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા અને પાલનપુરમાં શરૂ કરાયું છે.મિર્ચીએ રેડિયો પ્રેમીઓ માટે મનોરંજના વધુ એક અને જાણીતા માધ્યમની વર્ષ 2019માં આ 6 શહેરોમાં પ્રસારણની શરૂઆત કરી હતી. આ અનુભવને એક નવા સ્તરે લઈ જવા અને શ્રોતાઓને એક નવો અનુભવ આપવા માટે મિર્ચીએ RJ રુહાનને મૉર્નિંગ શો હોસ્ટ તરીકે રજૂ કર્યો છે.
મિર્ચીના બિઝનેસ ડિરેક્ટર નિમિત તિવારીએ જણાવ્યું હતું કે, મિર્ચીમાં અમે યોગ્ય પ્રતિભાને યોગ્ય શ્રોતાઓ સાથે જોડવાનું સુનિશ્ચિત કરીએ છીએ, કારણ કે શ્રોતાઓ સાથે જોડાણએ હંમેશા અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. મને ખાતરી છે કે આ છ શહેરોના શ્રોતાઓ RJ રૂહાન સાથે કનેક્શન અનુભવશે અને આ શો સાંભળીને પોતાની સવારની સુંદર શરૂઆતનો આનંદ માણશે.''
સોશિયલ મીડિયા પર કૉલ અને મૅસેજ દ્વારા શ્રોતાઓ તરફથી સારો પ્રતિસાદ મેળવી રહેલા RJ રુહાને કહ્યું કે '' જેઓ તેમના જીવનમાં મોટી સિદ્ધિ, મૈત્રીપૂર્ણ અને વ્યવહારુ ટિપ્સ મેળવવા માંગે છે તેવા લોકોના મિત્ર બનવાના ઉદ્દેશ્ય સાથે હું આ શો કરી રહ્યો છું.