ભરૂચ જિલ્લાનું ધો. 10 બોર્ડની પરીક્ષાનું 81.12 ટકા પરિણામ, 385 વિદ્યાર્થીઓએ મેળવ્યો A-1 ગ્રેડ

વિદ્યાર્થીઓ નાપાસ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

New Update
ભરૂચ જિલ્લાનું ધો. 10 બોર્ડની પરીક્ષાનું 81.12 ટકા પરિણામ, 385 વિદ્યાર્થીઓએ મેળવ્યો A-1 ગ્રેડ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા તા. 11થી 28 માર્ચ, 2024 દરમિયાન લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે 82 બિલ્ડીંગમાં 17,521 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

જેમાંથી 17,337 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, ત્યારે આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં કુલ 14,064 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 3,273 વિદ્યાર્થીઓ નાપાસ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

Latest Stories