Connect Gujarat
ભરૂચ

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો, ફરી એકવાર પુરનું સંકટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 4.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 20 ફૂટે પહોંચી છે

X

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 4.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 20 ફૂટે પહોંચી છે.

મધ્ય પ્રદેશમાં સતત વરસાદને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ ડેમની જળ સપાટી 135.93 મીટર પહોંચી છે ડેમમાં પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે જ્યારે ડેમમાંથી નદીમાં 4.12 લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવી રહ્યો છે જેને કારણે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

નર્મદા નદીમાં સતત પાણીની આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટીમાં પણ વધારો થયો છે નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી છે જ્યારે નદીની વોર્નિંગ લેવલ 22 ફૂટ તો ભયજનક સપાટી 24 ફૂટ છે હાલ તો નદીની સપાટીમાં વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Next Story