Connect Gujarat
ભરૂચ

બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ-2023નો એવોર્ડ ભરૂચની યુવતી હિમાની ઝાંબરેને એનાયત કરાયો...

ભરૂચની યુવતી અને મોડેલ હિમાની ઝાંબરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ-2023નો એવોર્ડ એનાયટ કરવામાં આવ્યો છે.

બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ-2023નો એવોર્ડ ભરૂચની યુવતી હિમાની ઝાંબરેને એનાયત કરાયો...
X

ભરૂચની યુવતી અને મોડેલ હિમાની ઝાંબરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ-2023નો એવોર્ડ એનાયટ કરવામાં આવ્યો છે.

બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ-2023નો એવોર્ડ ભરૂચની યુવતી હિમાની ઝાંબરેને એનાયત કરાયો...ભરૂચ શહેરની જાણીતી મોડલ હિમાની ઝાંબરેને પુણે ખાતે યોજાયેલા એક સંભારંભમાં એવોર્ડ એનાયત કરાયો હતો. બ્યુટી ક્લબ એસોસિએશન દ્વારા ગ્લેમરર્સ બ્યુટી એવોર્ડ-2023નું આયોજન થયુ હતું. જેમાં મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સોનાલી કુલકર્ણીના હસ્તે હિમાની ઝાંબરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી-2023નો એવોર્ડ અપાયો હતો. ગુજરાત સરકાર માટે યોગ કોચ તરીકે સેવા આપતા હિમાની ઈન્ટરીઅર ડીઝાઈનીંગ ઉપરાંત મેકઅપ આર્ટિસ્ટનાં વ્યવસાય સાથે જોડાયા છે. એવોર્ડ મળ્યા બાદ તેણીએ જણાવ્યુ હતું કે, જેટલા લોકોએ મને સપોર્ટ કર્યો છે, એ તમામનો આ તબક્કે હું આભાર માનવા માંગુ છું. વધુમાં જણાવ્યુ હતું કે, સક્સેસનો કોઈ શોર્ટકટ નથી હોતો. સફળ થવું હોય તો સતત મહેનત કરવી પડે છે. 1-2 વર્ષમાં સફળતા મળતી નથી. એના માટે લાંબો સમય ટકી રહેવું પડે છે.

Next Story