Connect Gujarat
ભરૂચ

ખુદ સરકાર જ ચોર છે, ગરીબોને મારવાની સરકારને મજા આવે છે : છોટુભાઇ વસાવા

X

કરજણના માલોદ ગામ પાસે ડમ્પરની ટકકરે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટના બાદ રેતી માફિયાઓ સામે રોષ જોવા મળી રહયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડી હતી. હવે મૃતકના પરિવારની ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ મુલાકાત લીધી હતી.

વડોદરા જિલ્લાના નારેશ્વર તથા આસપાસના વિસ્તારમાં રેતી માફિયાઓ બેફામ રીતે રેતી ખનન કરી રહયાં છે. રોજના હજારો હાઇવા ભરી રેતી નર્મદા નદીમાંથી કાઢવામાં આવી રહી છે. રેતી ભરેલાં હાઇવા અન્ય વાહનચાલકો માટે યમદુત સાબિત થઇ રહયાં છે. થોડા દિવસો પહેલાં માલોદ ગામ નજીક ડમ્પરની ટકકરે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં હતાં. આ ઘટના બાદ સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ પણ બગડયાં હતાં અને જાહેરમાં ગાળો ભાંડી હતી. મૃતક બાળકના પરિવારજનોની ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ મુલાકાત લઇ સાંત્વના આપી હતી. છોટુભાઇ વસાવાએ રેતી ખનન મુદ્દે મુખ્યમંત્રી પર જ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે નર્મદા નદીને લૂંટવાનું કાર્ય આ સરકાર ગાંધીનગરમાંથી બેઠા બેઠા કરે છે ..સરકાર જ ખુદ ધંધો કરાવે છે,ખુદ સરકાર જ ચોર છે ગરીબોને મારવાની સરકારને મજા આવે છે. આવો જોઇએ છોટુભાઇએ વધુ શું કહયું..

Next Story