ભરૂચ સહિત રાજ્યની સરકારી ઈજનેરી કોલેજના પ્રધ્યાપકોનું આંદોલન, કાળા વસ્ત્રોમાં સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ...

રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો ઘણા સમયથી પડતર પ્રશ્નો અંગે ચિંતિત છે.

New Update
ભરૂચ સહિત રાજ્યની સરકારી ઈજનેરી કોલેજના પ્રધ્યાપકોનું આંદોલન, કાળા વસ્ત્રોમાં સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ...

રાજ્યભરમાં સરકારી ઇજનેરી અને પોલીટેકનિક કોલેજના પ્રધ્યાપકોએ આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે, ત્યારે બીજા તબક્કામાં ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેક્નિકના અધ્યાપકો તા. 22મી સુધી કાળા કપડા પહેરી સૂત્રોચ્ચાર કરશે. એટલું જ નહીં, તા. 23મીથી બિન શૈક્ષણિક કાર્યના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો ઘણા સમયથી પડતર પ્રશ્નો અંગે ચિંતિત છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. એટલું જ નહીં, મંડળના હોદ્દેદારોની અગ્રસચિવ, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણ મંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવી હતી. જોકે, આ બાદ પણ નિરાકરણ નહીં આવતા તા. 12મી સપ્ટેમ્બરથી રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું જણાવ્યુ હતું. જે અંતર્ગત ભરૂચની સરકારી ઇજનેરી કોલેજના પ્રધ્યાપકોએ બીજા તબક્કામાં કાળા કપડા પહેરી આંદોલનને આગળ ધપાવી રહ્યા છે. પ્રધ્યાપકોની પડતર માંગણીઓમાં તા. 1-1-2016 પછી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના લાભો આપવા સહિતના વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. જોકે, આંદોલનના ત્રીજા ચરણમાં તા. 23 સપ્ટેમ્બરથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે ત્યાં સુધી તમામ બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories