અંકલેશ્વર વાઇબ્રન્ટ ભરૂચ હેઠળ આજે ₹ 1800 કરોડની માતબર રકમના એમઓયુ કરાયા

અંકલેશ્વરમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભરૂચ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રૂ.1800 કરોડના 225 MOU કરવામાં આવ્યા હતા

અંકલેશ્વર વાઇબ્રન્ટ ભરૂચ હેઠળ આજે ₹ 1800 કરોડની માતબર રકમના એમઓયુ કરાયા
New Update

અંકલેશ્વરમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભરૂચ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રૂ.1800 કરોડના 225 એમ.ઓ.યુ.કરવામાં આવ્યા હતા

અંકલેશ્વરમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભરૂચ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રૂ.1800 કરોડના 225 એમ.ઓ.યુ.કરવામાં આવ્યા હતા.સમિટ દરમિયાન વિવિધ ઉદ્યોગગૃહો રાજય સરકાર સાથે રૂ.1800 કરોડના એમ.ઓ.યુ.કરવામાં આવ્યા હતા.કેમિકલ , ફાર્માસ્યુટીકલ, સોલાર, રીઅલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોમાં આગામી દિવસોમાં હજારો કરોડ રૂપિયાનું મુડી રોકાણ આવવાના કારણે રોજગારીની તકોમાં પણ વધારો થશે. આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી કુંવરજી હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ડી.કે.સ્વામી,કલેક્ટર તુષાર સુમેરા સહિત વિવિધ ઉદ્યોગ મંડળના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

#Bharuch #Gujarat #CGNews #Ankleshwar #Vibrant Bharuch #Vibrant Gujarat
Here are a few more articles:
Read the Next Article