વાગરા:સાયખા કેમિકલ ઝોનની એ.જી.ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગથી યુનિટ બળીને ખાક,સદનસીબે કોઈ જાનહાની નહીં

કંપનીના પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.વાયરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે

New Update
વાગરા:સાયખા કેમિકલ ઝોનની એ.જી.ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગથી યુનિટ બળીને ખાક,સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચના વાગરા તાલુકાની સાયખા GIDCમા પ્લોટ નં,સી-૨૧૦માં આવેલ એ.જી.ઈન્ડસ્ટ્રીઝ કંપનીમા તા.૧૪ સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં

કંપનીના પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.વાયરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ભીષણ આગ લાગવાથી કંપનીના પ્લાન્ટની મશીનરી, રો-મટીરીયલ તથા ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનીક આઇટમો,પ્લાન્ટ બિલ્ડીંગ, સ્ટ્રકચર,કુલીંગ ટાવર તથા ચીલીંગ પ્લાન્ટ બળીને ભસ્મીભૂત થઈ ગયુ હતુ.જો કે સદનસીબે કોઇ જાનહાની નહીં થતા કંપની સંચાલકે રાહતનો શ્વાસ લીધો હતો

Latest Stories