ભરૂચ : કલરવ સ્કૂલમાં નેરોલેક કંપની દ્વારા વોલ પેન્ટિંગ કરાય, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન કરાયું...

વોલ પેઇન્ટિંગ સાથે દીવાલો પર સુંદર ચિત્રો બનાવી બાળકોને આકર્ષિત કરવા માટે વિવિધ ચિત્રો બનાવી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા

ભરૂચ : કલરવ સ્કૂલમાં નેરોલેક કંપની દ્વારા વોલ પેન્ટિંગ કરાય, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન કરાયું...
New Update

મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવમાં આયોજન

નેરોલેક કંપનીના સહયોગથી વોલ પેઇન્ટીગ કરાય

શુસોભિત વોલ પેઇન્ટીગ થકી નવીનીકરણ કરાયું

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પેઇન્ટીગનું ઉદઘાટન

મોટી સંખ્યામાં મહાનુભાવો અને આમંત્રિતોની હાજરી

ભરૂચ શહેરની કલરવ સ્કૂલના કેમ્પસમાં રોટલી ક્લબના પ્રયાસોથી નેરોલેક કંપની દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવી છે. જેને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. ભરૂચમાં મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે સુંદર કલરકામ અને વોલ પેઇન્ટીગનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે નેરોલેક કંપની અને રોટરી ક્લબ ભરૂચના સહયોગથી શાળાને સુશોભિત તેમજ સુંદર રંગોથી કલર કરી શુસોભિત વોલ પેઇન્ટીગ કરી નવીનીકરણ કરવામાં આવ્યુ છે.

ભરૂચ કલરવ સ્કૂલ ખાતે નેરોલેક કંપની દ્વારા રૂ. 7 લાખથી વધુના ખર્ચે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત વોલ પેઇન્ટિંગ સાથે દીવાલો પર સુંદર ચિત્રો બનાવી બાળકોને આકર્ષિત કરવા માટે વિવિધ ચિત્રો બનાવી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, રોટરી ક્લબના પ્રમુખ રીઝવાના જમીનદાર, નેરોલેક કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ, પ્રણવ પારેખ એચઆર મેનેજર ચિરાગ પટેલ, પરેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ તેમજ કલરવ સંસ્થાના ટ્રસ્ટી સહિતનો સ્ટાફ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch Samachar #Wall Painting #Kalrav School Bharuch #કલરવ સ્કૂલ #નેરોલેક કંપની #Nerolac Company #Bharuch Kalrav School #વોલ પેઇન્ટિંગ #Bharuch
Here are a few more articles:
Read the Next Article