ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ

રાજયમાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીની મત ગણતરી મંગળવારના રોજ હાથ ધરવામાં આવી હતી.

ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ
New Update

રાજયમાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીની મત ગણતરી મંગળવારના રોજ હાથ ધરવામાં આવી હતી. પરિણામો જાહેર થતાંની સાથે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

રાજયની 8 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં રવિવારના રોજ સરપંચ તેમજ વોર્ડ સભ્યો માટે ચુંટણી યોજવામાં આવી હતી. આજે મંગળવારે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતોના પરિણામો આવી ચુકયાં છે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી પરિણામો આવવામાં સમય લાગી રહયો છે. ગ્રામ પંચાયતની ચુંટણી બેલેટ પેપરથી યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચમાં કે.જે.પોલીટેકનીક અને અંકલેશ્વરમાં જીનવાલા હાઇસ્કુલ ખાતે મત ગણતરી હાથ ધરાય હતી. મત ગણતરીના સ્થળોએ સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોનો જમાવડો થઇ ગયો હતો. મતદારોની સંખ્યા પ્રમાણે ગ્રામ પંચાયતોને ક્રમમાં ગોઠવી મત ગણતરી હાથ ધરાય હતી. વિજેતા બનેલાં ઉમેદવારોને સમર્થકોએ વધાવી લીધાં હતાં. ભરૂચ અને અંકલેશ્વરમાં મોટી ગણાતી ગ્રામ પંચાયતોમાં ભારે રસાકસી જામી હતી.

#Bharuch #Ankleshwar #politics #Counting #Vote Counting #Result of Election #CityNews #LocalNewsBharuch #Village Panchayat Election
Here are a few more articles:
Read the Next Article