/connect-gujarat/media/post_banners/6bdc159cb31b60ceaa64c8c1be645f9b4db058bb0dda2aa75473654a159f554a.jpg)
આંધ્રપ્રદેશનો યુવાન વિશ્વને સુસાઇડ મુક્ત કરવાના સંકલ્પ સાથે ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો હતો ત્યારે 145માં દિવસે ભરૂચ ખાતે આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકો ડિપ્રેશન ચિંતા તથા શિક્ષણની તથા લગ્નજીવનમાં નહીં જેવી બાબતે પણ આપઘાત કરી લેતા હોય છે અને લોકોને આપઘાત ન કરવા તથા આપઘાત કરવો તે કોઈ પણ વાતનું સમાધાન નથી તેવા જનજાગૃતિના સંદેશા સાથે આંધ્રપ્રદેશનો યુવાન ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો છે.
જેમાં ૧૪૫માં દિવસે ભરૂચમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવા સાથે તેણે પોતાની યાત્રા જંબુસર તરફના કાવી કંબોઇ તરફના રૂટ ઉપર આગળ ધપાવી હતી. વિશ્વમાં રોજના હજારો લોકો કોઈપણ ચિંતામાં અથવા તો નહીં જેવી બાબતે તેમજ લગ્નજીવનમાં નહીં જેવી બાબતે શિક્ષણના ટેન્શનમાં રોજગારીની ચિંતામાં અને કોઈને કોઈ વાતે લોકો જીવનનો અંત લાવતા હોય છે પરંતુ જીવનો અંત તે વાતનું સમાધાન નથી તેવા ઉદ્દેશ સાથે આંધ્ર પ્રદેશનો યુવાન વૈકંટ કાર્તિક આંધ્ર પ્રદેશમાંથી ફેબ્રુઆરી ૨૦૨૨થી યાત્રાનો પ્રારંભ કર્યો હતો
વિવિધ રાજ્યોમાં જેવા કે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પ્રવેશતા સુરત કોસંબા, કીમ, અંકલેશ્વર થઈ ૧૪૫માં દિવસે ભરૂચમાં આવી પહોંચતા ભરૂચમાં સેવાશ્રમ રોડ ઉપર આવેલી આકાશગંગા સોસાયટીમાં યાત્રિક તેના મિત્રના ઘરે એક રાત્રીનું રોકાણ કર્યા બાદ પોતાની યાત્રાને જંબુસરના કાવી કંબોઇ તરફ આગળ ધપાવી હતી. જ્યાં સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી વડોદરામાં પોતાની બહેન પાસે રાખડી બંધાવી પોતાની યાત્રાને આગળ ધપાવનાર છે.