અંકલેશ્વર : પાર્થની મદદ માટે ભાજપનો યુવા મોરચો આવ્યો આગળ, જુઓ કેવી રીતે કરી મદદ

ગડખોલનો પાર્થ પવાર માંગી રહયો છે જીંદગી, પાર્થની જીંદગી બચાવવાની કીમંત છે 16 કરોડ રૂપિયા.

New Update
અંકલેશ્વર : પાર્થની મદદ માટે ભાજપનો યુવા મોરચો આવ્યો આગળ, જુઓ કેવી રીતે કરી મદદ


અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રહેતાં પાર્થ પવારની જીંદગી બચાવવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે ત્યારે ભાજપના યુવા મોરચાએ પાર્થને મદદરૂપ થવા માટે ફંડ ઉઘરાવ્યું હતું.

અંકલેશ્વરના ગડખોલના પાર્થને પણ તે એસએમએ-1 નામની બિમારી છે. આ બિમારીના ઇલાજ માટે અમેરિકાથી ઇન્જેકશન મંગાવવું પડતું હોય છે અને આ ઇન્જેકશનની કિમંત છે 16 કરોડ રૂપિયા પાર્થ પવાર પર સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમના માટે 16 કરોડ રૂપિયા એક સ્વપન સમાન છે.

પાર્થને મદદરૂપ થવા માટે અંકલેશ્વર શહેર યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરો આગળ આવ્યાં છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં દુકાને -દુકાને ફરી ફંડ ઉઘરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.