રાજ્ય સહિત ભરૂચમાં કોરોના બેકાબૂ બાનુયો છે તેવામાં લોકોને દિવસ રાત સેવા આપી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર્સને પ્રોત્સાહન મળે તેવા ભાવ સાથે આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા જિલ્લાના તબીબો તેમજ મેડિકલ સ્ટાફ તથા લેબોરેટરીમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સનું જેસીઆઈ ભરૂચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર સંસ્થા જેસીઆઇ ભરૂચ દ્વારા કોરોના મહામારીમાં સમાજમાં ડોકટરો પ્રત્યે એક સન્માનની લાગણી ઉદભવી રહી છે. ઉપરાંત રાતદિવસ જોયા વિના કોરોના દદૅીઓની સારવાર કરતા ડોકટર, ટેકનીશીયનોનો ઉત્સાહ વધારવા માટે જેસીઆઇ ભરૂચ દ્વારા વિવિધ હોસ્પીટલ, લેબોરેટરીના કોરોના વોરિયસૅનુ સન્માન કરવામાં આવ્યું. જેમાં નારાયણ હોસ્પિટલના ડો. પાર્થિવ દોશી, ગ્લોબલ લાઇફ કેર હોસ્પિટલના ડો. રાજેશ શર્મા, સેવાશ્રમ હોસ્પિટલના ડો. ફરઝીન સૈયદ, આઇકોન હેલ્થકેરના ડો. ટલ્હા ભુરા તેમજ અમી લેબોરેટરીના રાજેશભાઈ રાણા સહિતના ફ્રન્ટ લાઇન વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.