કોરોના વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા ગ્રામ્યજનોના અને નગરપાલીકા વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાળજી લેવામાં આવી રહી છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા ૪૪ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા આજ સુધી શહેરના વિવિધ ૧,૭૬૧ વિસ્તારોમાં કુલ ૫૭,૨૫૩ વ્યકિતઓને આરોગ્યલક્ષી સારવાર આપવામા આવી છે. જેમાં ૫૭,૨૫૩ વ્યકિતઓની ઓ.પી.ડી, તાવના ૩,૬૩૦ અને અન્ય બિમારીના ૩૮,૭૮૫ કેસો મળી આવ્યાં છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યકિતઓની SPO2ની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરીયાત જણાયે દર્દીઓને સત્વરે રીફર કરવામા આવે છે. ૧૨,૬૪૮ વ્યક્તિઓને હોમિયોપેથી દવાઓ, આયુર્વેદિક દવા - સંશમની વટી તેમજ ૬,૦૧૪ વ્યક્તિઓને આયુર્વેદિક ગુણકારી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
પ્રવર્તમાન સ્થિતિમાં શહેરીજનોનું આરોગ્ય જળવાઈ તે માટે શહેરના મોટા ભાગના વિસ્તારોને આવરીને ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા કાર્યરત છે. કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યકિતને સરળતાથી શોધી તેમને સમયસર સારવાર આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે માઇક-એનાઉન્સમેન્ટ સીસ્ટમ દ્વારા લોકોને કોરોના વાયરસથી બચવાના ઉપાયો પણ જણાવવામા આવી રહ્યા છે.અને હોમ આઇસોલેશન વાળા દર્દીઓના વિસ્તારની મુલાકાત લેવામા આવી રહી છે.જે વિસ્તારમા પોઝીટીવ દર્દી મળ્યા છે એ વિસ્તારોમાં પણ ધન્વન્તરી રથ દ્વારા આરોગ્ય સેવાઓ આપવામા આવી રહી છે. જેનો લાભ લેવા જીલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.