ભાવનગર : ચીકલીગર ગેંગની મહિલા સહિત ચાર સાગરીતો ઝબ્બે, 33 ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ

ભાવનગર : ચીકલીગર ગેંગની મહિલા સહિત ચાર સાગરીતો ઝબ્બે, 33 ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ
New Update

ભાવનગર શહેરમાં બંઘ મકાનોમાં ચોરી કરનાર એક મહિલા સહિત ચીકલીકર ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી લીધા છે. 33 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ખંભાતથી દોઢ બે મહિને ચોરી કરવા માટે આવતો યુવાન ભાવનગર પોલીસના હાથે ઝાડપતા 31 ઘરફોડ ચોરીનો ઉકેલાયો હતો.

ભાવનગરના ભરતનગર માલધારી સોસાયટી પાસેથી શંકાના આધારે એક વ્યક્તિને અટકાવી પુછપરછ કરી તલાશી લેતા તેની પાસેથી સોનાના ચાંદીના દાગીના, સોનાનું યુનિવર્સિટીનું મેડલ, વિદેશી ચલણ, રોકડ રકમ સહિત મળી આવતા પોલીસે તેની પુછપરછ કરતાં તેણે જાવેદમીયા બનુમીયા સૈયદ ઉ.વ.31 અને ખંભાતનો રહેવાશી હોવાનું જણાવ્યું હતું  

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ચીકલીકર ગેંગના એક મહિલા સહિત ચાર સભ્યોને સોના ચાંદીના આભૂષણો અને મુદામાલ સાથે ઝડપી લઈ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારો થયેલી 33 ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો. ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે આવેલ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં રહેતા ચીકલીકર ગેંગના સભ્યો રામસીંગ અર્જુનસીંગ બાવરી ઉ.વ.22, શ્યામસીંગ અર્જુનસીંગ બાવરી ઉ.વ.19, જયોતીકૌર અર્જુનસીંગ બાવરી ઉ.વ.35 અને વડોદરા વારસીયા ખાડી તલાવડી જુલેલાલ મંદિર પાસે રહેતો પ્રતાપસીંગ મનજીતસીંગ દુઘાળી સરદાર ઉ.વ.20 આ ચારેય બે બાઈક પર હાદાનગરના નાકેથી પસાર થતાં હોય લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તેને અટકાવી પુછપરછ અને તલાશી લેતાં શંકાસ્પદ ચોરીનો મુદામાલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઈને આગવી રીતે પુછપરછ કરતાં ભાવનગરના કાળીયાબીડ, ચિત્રા , ફુલસર, હિલડ્રાઈવ, દેસાઈનગર, વિજયરાજનગર, સિદસર રોડ, બોરતળાવ, વરતેજ સહિત 33 મકાનોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપતાં પોલીસે 3 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના દોઢ લાખ ઉપરાંત રોકડા રૂપિયા બે બાઈક સહિત રૂ. 554964 ના મુદ્દામાલ સાથે ઘરપકડ કરીને આગળની પુછપરછ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

ચીકલીકર ગેંગના સભ્યો કોઈ પણ મકાનમાં ચોરી કરતાં પૂર્વે જેતે વિસ્તાર અને સોસાયટીમાં કોઈ પણ બહાને જઈને બંઘ મકાનને ટાર્ગેટ નક્કી કરી રાત્રીના સમયે મકાનના તાળા નકુચા તોડી ચોરી કરી નાસી જતાં હતાં. કરકરીયા વાળી છરી 2 ,લોંખડના આરીપાના, પોપટ પાનું, લોખંડના ગણેસીયા 2, સ્કુ ડાઈવર, ટાર્ચ, લોખંડની મુંઠ સહિત ચોરી કરવાની તમામ તૈયારીઓ સાથે એક મહિલા સહિત ચીકલીકરના ચાર સભ્યો બાઈક પર નીકળ્યા પોલીસના હાથે ઝડપાયા હતા.

એસ.પી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હજુ વઘુ મુદામાલ અને વઘુ વણશોઘાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ ખુલવાની શકયતા છે. જાવેદમીયા સૈયદ ખંભાતનો રહેવાશી હોય અને એક દોઢ મહિને ચોરી કરવા માટે ભાવનગર આવતો અને બે પાંચ દિવસ રોકાતો આ દરમિયાન મિત્રનું એકટીવા લઈને વિવિઘ વિસ્તારો અને કોઇ પણ બહાના હેઠળ સોસાયટીમાં જઈ મકાનને ટાર્ગેટ કરતો અને રાત્રીના સમયે મકાનના, નકુચા તાળા અને તિજોરી તોડી ચોરી કરી નાસી જતો

#Connect Gujarat #bhavnagar news #Bhavnagar Collector
Here are a few more articles:
Read the Next Article