ભાવનગરના ચિત્રા GIDC ખાતે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની 60-40 ની યોજના મુજબ કુલ રૂ. 7.5 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા “કોમન ફેસેલીટી સેન્ટર”,નું લોકાર્પણ બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

ભાવનગરના જી.આઇ.ડી.સી. ચિત્રા ખાતે આજે ઉદ્યોગ મંત્રી ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં “કોમન ફેસેલીટી સેન્ટર” નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આ નવનિર્મિત કોમન ફેસેલીટી સેન્ટર રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની સહાયથી તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મંત્રીએ રીબીન કાપી સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું જ્યારે ઉપસ્થિત મહેમાનો તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખોનું આ તકે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું